44 વર્ષની ઉંમરે કરીના કપૂરનો 24 વાળો ગ્લેમરસ લુક, જુઓ તસવીરો


By Kajal Chauhan18, Jul 2025 03:45 PMgujaratijagran.com

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં રજાઓ માણી રહી છે. 44 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી 24 વર્ષની હોય તેવી દેખાય છે.

કરીના કપૂરનો ગ્લેમરસ લુક

કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના ગ્લેમરસ લુકની તસવીરો શેર કરે છે. જો તમે કરીના કપૂરની જેમ સ્ટાઇલિશ અને હોટ દેખાવા માંગતા હો તો અભિનેત્રીના આ ગ્લેમરસ લુક્સને કોપી કરો.

ઓફ શોલ્ડર ડ્રેસ

કરીના કપૂર ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પણ આવી ડ્રેસ પાર્ટી કે ડેટ માટે પસંદ કરી શકો છો.

શિમરી ગાઉન

જો તમે નાઇટ પાર્ટીમાં લુકને ગ્લેમરસ બનાવવા માંગતા હો તો કરીનાની જેમ શિમરી ગાઉન પહેરો. તેની સાથે મેચિંગ જ્વેલરી પહેરો.

સાડીમાં પણ ગ્લેમરસ

દરેક ઉંમરની મહિલાને સાડી પહેરવી ખૂબ જ ગમે છે. અભિનેત્રીએ આ ફોટોમાં સાડી સ્ટાઈલ કરી છે, જે તેને ગ્લેમરસ લુક આપે છે

બોડીકોન ડ્રેસ

44 પ્લસ મહિલાઓ ઓફિસ ઇવેન્ટમાં કરીના જેવી બોડીકોન ડ્રેસ ટ્રાય કરે. આવો ડ્રેસ દરેક પ્રસંગે ખાસ લાગે છે.

જો તમે 44 વર્ષની ઉંમરે 34 વર્ષના દેખાવા માંગતા હો તો ઓફિસ માટે ડેનિમ ડ્રેસ પસંદ કરો. આવા ડ્રેસ દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ લાગે છે.

આજે કેવી દેખાય છે 'હમ આપકે હૈ કૌન'ની સલમાન ખાનની ભાભી