આજે કેવી દેખાય છે 'હમ આપકે હૈ કૌન'ની સલમાન ખાનની ભાભી


By Kajal Chauhan18, Jul 2025 01:09 PMgujaratijagran.com

રેણુકા શહાણેએ 1994 માં હિન્દી ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં સલમાન ખાનની ભાભી (પૂજા) ની ભૂમિકા ભજવી હતી, જે તેમની સૌથી યાદગાર ભૂમિકાઓમાંની એક છે.

'હમ આપકે હૈ કૌન' ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી અને તેમની લોકપ્રિયતા વધી. ચાલો જાણીએ હાલ અભિનેત્રી શું કરે છે અને કેવી દેખાય છે.

મરાઠી ફિલ્મથી ડેબ્યૂ

રેણુકા શહાણેનો જન્મ 1966 માં મુંબઈમાં થયો હતો. રેણુકાએ મુંબઈની પ્રખ્યાત મીઠીબાઈ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રેણુકાએ મરાઠી ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

દિગ્દર્શક તરીકે ડેબ્યૂ

રેણુકાએ 2009માં મરાઠી ફિલ્મ 'રીટા' થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું, જે તેમની માતા શાંતા ગોખલેની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી.

રેણુકા શહાણેના પહેલા લગ્ન

રેણુકા શહાણેએ બે લગ્ન કર્યા હતા. રેણુકાના પહેલા લગ્ન વિજય કનકરે સાથે થયા હતા, જોકે આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા.

આશુતોષ રાણા સાથે બીજા લગ્ન

રેણુકા શહાણેએ 2001માં બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રો શૌર્ય અને સત્યેન્દ્ર છે.

દેવમાનુસ

રેણુકા સહાણે હાલમાં જ દેવમાનુસ ફિલ્મમાં મહેશ માંજરેકર અને સુબોધ ભાવે સાથે મુખ્ય ભૂમિકામાં નજરે પડી. જે મહારાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત પર આધારિત હતી.

સામાજિક કાર્યોમાં સક્રિય

રેણુકા સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તે મહિલાઓના અધિકારો તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.

56 વર્ષની ઉંમરમાં પણ યુવાન લાગશો, ભાગ્યશ્રીની સાડી સ્ટાઈલને કરો ફોલો