26 વર્ષની સપ્તમી ગૌડા 'કાંતારા' ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. તો ચાલો જોઈએ, એક્ટ્રેસના લાજવાબ સાડી લુક્સ
પિંક કલરની સિલ્ક સાડીમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ફુલ સ્લિવ્ઝ બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ડીવાએ આ લુક સાથે ઑક્સોડાઈઝ્ડ જ્વેલરી કેરી કરી છે
ખુરશી પર યેલો કલરની સિલ્ક સાડી અને રેડ વેલ્વેટ બ્લાઉઝમાં પોઝ આપતાં સપ્તમી કોઈ પ્રિન્સેસથી કમ નથી લાગી રહી. આ તસવીરમાં પણ એક્ટ્રેસે ઑક્સોડાઈઝ્ડ જ્વેલરી કેરી કરેલી છે.
'કાંતારા' એક્ટ્રેસે પિન્ક બોર્ડરમાં બ્લૂ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં સોફા પર બેસીને સ્માઈલ આપતી જોઈ શકાય છે. એક્ટ્રેસ હેવી હેર સ્ટાઈલમાં લાજવાબ લાગી રહી છે.
સપ્તમી પર્પલ કલરની સાડી અને વ્હાઈટ બ્લાઉઝમાં આ કૉન્ટ્રાસ કૉમ્બિનેશન ડ્રેસિંગ સેન્સમાં પ્રિટી લુક આપતી જોઈ શકાય છે.
વ્હાઈટ કલરની આ ડિઝાઈનર સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં સપ્તમી સિમ્પલી ઑસમ લાગી રહી છે. સફેદ રંગ એક્ટ્રેસ પર ખૂબ જ સારો લાગી રહ્યો છે
બ્લૂ કલરની સાડીમાં એક્ટ્રેસ ડ્રમ શેપ્ડ બ્લાઉઝ પહેરીને આંખ પર કાળા ચશ્મા પહેરીને ફન્કી પોઝ આપી રહી છે, જેમાં સપ્તમી ક્યૂટ લાગી રહી છે.
સપ્તમીની ફેશન સેન્સ એકદમ અલગ છે. ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં એક્ટ્રેસ વધારે સુંદર લાગી રહી છે. ફોટોમાં પણ એક્ટ્રેસ લહેંગામાં પણ હટકે લાગી રહી છે.