આ ફિલ્મોએ કંગના રનૌતને બનાવી સુપરસ્ટાર


By Dharmendra Thakur23, Mar 2023 12:50 PMgujaratijagran.com

ગેંગસ્ટર

2006માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગનાનો રોલ ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડનો હતો. ફિલ્મમાં શાઈની આહુજા અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં હતા

વો લમ્હેં

2006માં આવેલી આ ફિલ્મમાં કંગનાએ એક ડરી ગયેલી છોકરીની ભૂમિકા ભજવી હતી. આ તેની બીજી ફિલ્મ હતી જેમાં તેણે સ્કિઝોફ્રેનિકની ભૂમિકા ભજવી હતી

લાઈફ ઇન એ... મેટ્રો

2007માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં કંગનાએ ઈરફાન ખાન, કેકે મેનન, ધર્મેન્દ્ર, કોંકણા સેન શર્મા જેવા દમદાર કલાકારો સાથે કામ કર્યું હતું

ફેશન

2008માં આવેલી ફિલ્મ ફેશનમાં પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હોવા છતાં કંગનાએ સાઈડ રોલમાં ફિલ્મમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મમાં કંગનાની એક્ટિંગ ખૂબ જ શાનદાર હતી

તનુ વેડ્સ મનુ

2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગનાએ પોતાના અભિનયના આધારે આ ફેમિલી ડ્રામામાં બધાને હસવા પર મજબૂર કરી દીધા હતા.

ક્વીન

2014માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગનાનો રોલ એક છોકરીનો છે જે તેના લગ્ન તૂટ્યા બાદ એકલી હનીમૂન પર જાય છે. અભિનેત્રીને આ ફિલ્મ માટે ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ મળ્યો હતો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

નવરાત્રિ પર આલિયા ભટ્ટનો દેશી અવતાર અપનાવો