કાજુ, ગાંઠિયા, 1 ચમચી તાજી મલાઈ, 4 ચમચી તેલ, 1 ચમચી જીરું, ચમચી હીંગ, અડધો કપ સમારેલી ડુંગળી, 7-8 લસણની કળીઓ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચણાનો લોટ, લીલા મરચાના ટુકડા, 1 ચમચી આદુની પેસ્ટ, અડધો કપ ટામેટાની પ્યુરી, કોથમરી, જરૂર મુજબ પાણી.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તમામ મસાલા ઉમેરો.
હવે તેમાં ક્રસ કરેલી ડુંગળી નાખીને સાંતળી લો.
હવે એક બાઉલમાં ખાંડેલી લસણની ચટણી,હળદર,ગરમ મસાલો,ધાણાજીરું, થોડો ચણાનો લોટ અને પાણી ઉમેરીને મિક્સ કરો.
ત્યારબાદ કડાઈમાં લીલા મરચાના ટુકડા, આદુની પેસ્ટ, અને તૈયાર કરેલ મસાલાનું દ્રાવણ ઉમેરો.
હવે તેમાં ટામેટાની પ્યુરી અને મીઠું ઉમેરીને 3 મિનિટ પકાવી લો.
હવે એક બાઉલમાં કાજુ નાખી ધોઈને કડાઈમાં તૈયાર કરેલ ગ્રેવીમાં કાજુ અને ગાંઠિયા ઉમેરીને પકાવો.
થોડીવાર પછી તેમાં કોથમરી ગાર્નિશ કરીને રોટલી, બ્રેડ, નાન વગેરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.