જો તવામાંથી કાળાશ અને ગ્રીસ ઉતરતી ન હોય તો આ 5 હેક્સ અજમાવો


By Smith Taral11, Jun 2024 06:16 PMgujaratijagran.com

ઘણીવાર વાસણોના જિદ્દી ડાઘ સાફ કરતા કરતા નાકે દમ આવી જાય છે. ખાસ કરીને તવાઓ, કૂકર જેવા હેવી અને મોટા વાસણોને સાફ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. ઘણીવાર વાસણ બળી જાય ત્યારે પણ તેને સાફ કરવું અઘરુ થઈ પડે છે. આ સ્ટોરીમોાં આપણે કેટલીક એવી ટિપ્સ જાણીશું જે વાસણમા રહેલી ચીકાશ અને કાળાશને દૂર કરશે.

ટામેટા

ટામેટામાં રહેલા એસિડીક ગુણો વાસણ સાફ કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ માટે તમારે પાણી ગરમ કરી તેમા ટામેટાંનો રસ ઉમેરો અને તે પાણીથી તપેલી સાફ કરો. આનાથી તપેલીમાં રહેલા ડાઘ અને ચીકણાપણું બંને દૂર થઈ જશે.

મીઠું

મીઠું પણ કાળા દાગ સાફ કરવા માટે અસરકારક છે. આ માટે બળી ગયેલી તપેલીમાં મીઠું અને પાણી નાખીને ઉકાળી તેને બ્રશથી ઘસીને સાફ કરી લો.

બેકિંગ પાવડર

એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં 4-5 ચમચી બેકિંગ પાવડર અને મીઠું નાખો. હવે આ પાણીમાં તવાને બોળીને થોડી વાર રહેવા દો. 20 મિનિટ પછી, તેને બહાર કાઢો અને તેને સ્ટીલના સ્ક્રબથી હળવા હાથે સાફ કરો.

લીંબુ

લીંબુને વાસણ ધોવા માટે હંમેશાથી ઉપયોગમાં લેવામા આવ્યું છે, તેમા રહેલા એસીડીક ગુણો વાસણને સારી રીતે સાફ કરે છે. કાળી પડેલી કડાઈમાં પાણી ઉકાળી તેમાં ડિટર્જન્ટ, એક ચમચી મીઠું અને એક લીંબુનો રસ નીચોવો. થોડા સમય તેમજ રહેવા દઈ તેને સ્ટીલના સ્ક્રબથી હળવા હાથે સાફ કરો.

લીંબુ

લીંબુને વાસણ ધોવા માટે હંમેશાથી ઉપયોગમાં લેવામા આવ્યું છે, તેમા રહેલા એસીડીક ગુણો વાસણને સારી રીતે સાફ કરે છે. કાળી પડેલી કડાઈમાં પાણી ઉકાળી તેમાં ડિટર્જન્ટ, એક ચમચી મીઠું અને એક લીંબુનો રસ નીચોવો. થોડા સમય તેમજ રહેવા દઈ તેને સ્ટીલના સ્ક્રબથી હળવા હાથે સાફ કરો.

વિનેગર

વિનેગરથી તવા પરનો કાટ, ગ્રીસ અને કાળાશને સરળતાથી દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં ગરમ ​​પાણી લો. તેમાં થોડું વિનેગર અને લીંબુ મિક્સ કરો. હવે તવાને થોડી વાર આ પાણીમાં ડુબાડી રાખો પછી તેને સ્ટીલ સ્ક્રબથી સાફ કરો.

એલોવેરાને આ રીતે વાળમાં લગાવો, વાળ થશે લાંબા અને સુંવાળા