એલોવેરાને આ રીતે વાળમાં લગાવો, વાળ થશે લાંબા અને સુંવાળા


By Smith Taral11, Jun 2024 03:12 PMgujaratijagran.com

એલોવેરામાં રહેલા પોષકતત્વો વાળ માટે ઘણા ફાયદાકાર હોય છે. એલોવેરા ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને લોહીના પરિભ્રમણને સુધારી વાળના ફોલિકલ્સને પોષણ પૂરું પાડે છે. આવો જાણીએ તમે વાળ માટે એલોવેરાનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો

એલોવેરા જેલના ગુણધર્મો

એલોવેરા જેલમાં વિટામિન C, E અને A મળી આવે છે, જે વાળ માટે જરૂરી પોષકતત્વો છે. આને લગાવવાથી વાળ નરમ અને સ્વસ્થ બનાવે છે.

ડુંગળીના રસમાં મિક્સ કરો

એલોવેરાને ડુંગળીના રસ સાથે લગાવવાથી વાળના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. ત્વચા અને વાળની ઘણી તકલીફોને દૂર કરી તેને સ્વસ્થ રાખે છે

ડુંગળી અને એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

આ માટે 4-5 ચમચી ડુંગળીનો ફ્રેશ રસ કાઢી લો, હવે તેમા એલોવેરાનુ જેલ મીક્સ કરો. આ મીશ્રણને સ્કાલ્પ પર 1 કલાક સુધી લગાવી રાખો અને માઈલ્ડ શેમ્પૂ વડે વાળ ધોઈ લો

મેથી મિક્સ કરીને લગાવો

મેથીના દાણામા રહેલા એન્ટીઑકિસડન્ટ, એન્ટી ઈન્ફાલામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

મેથી મિક્સ કરીને લગાવો

મેથીના દાણામા રહેલા એન્ટીઑકિસડન્ટ, એન્ટી ઈન્ફાલામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

મેથી અને એલોવેરા કેવી રીતે લગાવશો?

2-3 ચમચી એલોવેરા જેલમાં મેથીની પેસ્ટ મિક્સ કરો. આ પેસ્ટને હળવા હાથે તમારા વાળમાં મસાજ કરો. પછી તેને શાવર કેપથી એક કલાક માટે ઢાંકીને રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

આમળાને મિક્સ કરીને લગાવો

આમળામાં વિટામિન સી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે જે વાળ માટે ઘણું ફાયદાકારક છે. આનાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે.

આમળા અને એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

2-3 ચમચી આમળા જેલમા, 1-2 ચમચી આમળાનો રસ અથવા પાવડર ઉમેરો. હવે તેને સ્કાલ્પ પર લગાવો અને સારી રીતે મસાજ કરો.

ગરમીના દિવસોમાં આ વિટામિનનું સેવન કરવાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ