ગરમીના દિવસોમાં આ વિટામિનનું સેવન કરવાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ


By Smith Taral11, Jun 2024 01:14 PMgujaratijagran.com

ઉનાળામાં વધુ પડતી ગરમીના લીધે સ્વાસ્થ્યની સમસ્યા સર્જાઈ શકે છે જેથી વિટામિન્સ અને પોષણયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ ઉનાળામાં કયા વિટામિન્સની શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

વિટામિન C

ઉનાળામાં ગરમીમાં વિટામિન C યુક્ત ખોરાક ખાવો ફાયદાકારક રહે છે. વિટામિન C ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આ સિવાય તે રોગપ્રતિકારક શકિત પણ વધારે છે

કીવી

કીવીમા ભરપૂર માત્રામાં વિટામિન C મળી આવે છે. કીવીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે જે રોગ સામે રક્ષણ આપે છે

શિમલા મિર્ચ

તમારા ડાયેટમા શિમલા મિર્ચનો સમાવેશ કરો, આ ઈમ્યુનીટ બૂસ્ટ કરવામાં તમારી મદદ કરે છે. આંખોના સ્વાસ્થ્ય માટે શિમલા મિર્ચને ફાયદાકારક માનવામાં આવે છે

આમળા

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે, આના સેવનથી ત્વચાના અને વાળનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે

આમળા

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે, આના સેવનથી ત્વચાના અને વાળનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે

લીંબુ

લીંબુ વિટામિન C અને એન્ટી ઓક્સીડન્ટનો સારો સ્રોત છે. આ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને શરીરને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શકિત પણ વધારવામાં મદદ કરે છે

બ્રોકલી

બ્રોકલી વિટામિન C અને આર્યનનો સારો સ્રોત છે, આના સેવનથી શરીરમાથી વિટામિન્સની ઉણપ દૂર કરી શકાય છે.

વિટામીન C થી ભરપૂર અન્ય ફળો

વિટામીન C શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આની માટે તમે ડાયેટમાં ટામેટા, કોબીજ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, કેરી અને અનાનસનું સેવન કરી શકો છો

બપોરના સમયે ઊંઘ કેમ આવે છે,જાણી લો કારણ