જો તમારા ઘરે મોગરાના છોડમાં ફૂલ ન આવતા હોય તો, ચિંતા ન કરો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરવાથી તમારા મોગરાના છોડમાં ફૂલો ખીલલા લાગશે.
અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે, આ ઋતુ મોગરાના છોડ માટે શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં વૃક્ષો અને છોડ પર અનેક ફૂલો ખીલે છે.
એપ્સમ મીઠું તમારા છોડમાં ગોકળગાય અને જીવાતોને રોકવામાં મદદ કરે છે.
તેમાં મેગ્નેશિયમ અને સલ્ફર મળી આવે છે જે છોડના વિકાસમાં મદદ કરે છે અને છોડને સ્વસ્થ રાખે છે. તે કોઈ પણ છોડ કે ફૂલવાળા છોડ માટે તેનો ઉપયોગ કરી શકો છો.
એક લિટર પાણીમાં એક ચમચી એપ્સમ મીઠું ઉમેરીને સારી રીતે ઓગાળી લો અને દર 15 દિવસે એકવાર છોડમાં નાખે. તેનો ઉપયોગ કરવાથી છોડના મૂળ મજબૂત બનશે અને છોડ સ્વસ્થ અને લીલો પણ રહેશે.
જો તમે ઈચ્છો તો એપ્સમ સોલ્ટનો ઉપયોગ સ્પ્રે તરીકે પણ કરી શકો છો. આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરીને દર 12-15 દિવસે છોડ પર છાંટકાવ કરો.
મોગરાના છોડને દિવસમાં 5 થી 6 કલાક સૂર્યપ્રકાશની જરૂર હોય છે, આ સિવાય વધુ પડતું પાણી આપવાનું ટાળો, દર મહિને છોડમાંથી સૂકી ડાળીઓ અને પીળા પાંદડા દૂર કરવા. આમ કરવાથી છોડને નવા પાંદડા ઉગાડવા માટે જગ્યા મળશે અને નવા ફૂલો પણ ખીલશે.
તમને ફુલછોડનો શોખ હોય તો આ ટિપ્સ તમને ઉપયોગી થશે, આવી વધુ ટિપ્સ જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.