5 હેલ્ધી ડીટોક્સ જ્યુસ વિશે જાણો પાચન સુધારશે અને બ્લોટીંગની સમસ્યાથી પણ છુટકારો


By Smith Taral07, Feb 2024 12:09 PMgujaratijagran.com

ક્યારેક ભારે ભોજન લીધા પછી અસહજ લાગે છે. આની માટે ઘણા પ્રકારના ઉપચાર કરવામાં આવે છે, તેમા હેલ્ધી ડીટોક્સ જ્યુસનુ સેવન પણ ઘણું લાભદાયક માનવામાં આવે છે. ચાલો જાણીએ ડાયટીશન પૂજા ઠાકર હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ઓફ ડાયટીક, ભાટીઆ હોસ્પીટલ મુંબઈ પાસેથી કે બ્લોટીંગની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય.

લેમન જ્યુસ

લેમન જ્યુસ પીવાથી બ્લોટીંગ જેવી સમસ્યામાં રાહત મળે છે. આમાં રહેલુ વિટામીન સી અને એન્ટી-ઓક્સીડન્ટ બ્લોટીંગ થતા અટકાવે છે અને ડાયજેશન સુધારે છે.

કાકડીનો જ્યુસ

જો તમને બ્લોટીંગની સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો કાકડીનો જ્યુસ તમારી માટે બેસ્ટ છે. આમા રહેલા એન્ટી-ઈન્ફાલામેટરી અને એન્ટી ઓક્સીડન્ટ જેવા ગુણો પેટના વધારાના એસિડને ન્યુ્ટ્રલાઈઝ કરીને બ્લોટીંગ થતા અટકાવે છે.

સંતરાનો જ્યુસ

આમા પુષ્કળ પ્રમાણમાં વિટામીન- સી, ફાઈબર,પોટશિયમ અને એન્ટી-ઓકસીડન્ટ રહેલા છે જે તમારા ડાયેજશનને સુધારે છે. અતિ માત્રામાં રહેલુ પાણી અને ફાઈબર શરીરને હાઈડ્રેટેડ રાખે છે, અને બાઉલ મુવમેન્ટને રેગ્યુલેટ કરે છે.

You may also like

દરરોજ એલોવેરા જ્યુસ પીવાના ફાયદા

આ જ્યુસ પીવો બનાવશે તમારી સ્કીન ગ્લોઈંગ અને સુંદર

આદુનો જ્યુસ

આદુનો જ્યુસ પીવાથી કબજીયાત, ગેસ કે પછી બ્લોટીંગ જેવી સમસ્યાને દુર ભાગે છે. આદુના પાણીમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ફ્રી રેડિકલ અને કમ્પાઉન્ડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે કોષોને નુકસાન પહોંચાડે છે જ્યારે તેમની સંખ્યા વધે છે.

ઘરે જ આમળા અને એલોવેરાનો હેર માસ્ક બનાવતા શીખો