ઘરે જ આમળા અને એલોવેરાનો હેર માસ્ક બનાવતા શીખો


By Smith Taral06, Feb 2024 07:14 PMgujaratijagran.com

આજની સ્ટોરીમાં આપણે આમળા અને એલોવેરાનો હેર માસ્ક બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત શીખીશું. આમળા અને એલોવેરાને વાળના સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે.

સામગ્રી

આ હેર માસ્ક બનાવવા તમારે બે ચમચી એલોવેરા જેલ, બે ચમચી આમળાનો પાવડર અને એક ચમચી નારીયેળ અને બે ચમચી દહીંની જરુર પડશે.

આમળા અને એલોવેરાને કરો મીકસ

બે ચમચી એલોવેરા જેલ, બે ચમચી આમળાનો પાવડરને એક બાઉલમા લઈને મીક્સ કરો. એલા વેરા વાળના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને આમળા વાળના ગ્રોથને વધારે છે.

નારીયેળનું તેલ રેડો

એક ચમચી નારીયેળનું તેલ રેડો, તમે ઓલીવ ઓઈલ પણ રેડી શકો છો. આ વાળને સંપુર્ણ રીતે નોરીશ કરે છે.

You may also like

દરરોજ એલોવેરા જ્યુસ પીવાના ફાયદા

આમળાને મધમા ડૂબાડીને ખાવો થશે અઢળક લાભ

વાળમા લગાવો

તમારા વાળને 2-3 ભાગમાં વહેંચી લો, ત્યારપછી તેમા સ્કાલ્પથી લઈને વાળના ટોપ પર પેસ્ટને સારી રીતે લગાવો.

મસાજ કરી રહેવા દો

હવે હળવા હાથે સ્કાલ્પ પર થોડી વાર માટે મસાજ કરો, જેનાથી બ્લડ સરક્યુલેશન સારુ થશે અને મગજને પણ આરામ મળશે. આ માસ્કને 30-45 મિનીટ સુધી રહેવા દો, જેથી બધા પોષકતત્વો શોષાઈ શકે.

વાળને ધોઈ લો

30-45 મિનીટ પછી વાળને હુફાળા પાણીથી ધોઈ લો. તમે ઈચ્છો તો માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુનુ ધ્યાન રાખો

આમળા અને એલોવેરામા મેડીસીનલ પ્રોપર્ટીસ રહેલી હોય છે, જે વાળના સ્વાસ્થય માટે ફાયદાકારક રહે છે. આ સ્કાલ્પ પર માસ્ક લગાવતા પહેલા તેનો ટેસ્ટ કરી લેવો જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તેનો ઉપયોગ ના કરવો.

વેઈટ લોસ કરવા આ રીતે પાણી પૂરીનુ પાણી બનાવો