પાણી પુરી એક ભારતીય સ્ટ્રીટ ફુડની પ્રખ્યાત ડીશ છે, જેનું નામ સાંભળીને દરેકના મોંઢામા પાણી આવી જતુ હોય છે. આ ડીશને ઘરે પણ બનાવી શકાય છે, આજે આપણે જાણીશું કે તમે ઘરે હેલ્ધી પાણી પૂરી કેવી રીતે બનાવી શકો છો. જો તમારુ વેઈટ લોસનું ડાયેટીંગ ચાલુ હોય તો તમે આ સરળ રીતે લો-કેલેરી પાણી-પૂરીનું પાણી બનાવી શકો છો
એક કપ ફુદીનો, અડધો કપ કોથમીર અને એક લીલુ મરચુ અને એક ચમચી છીણેલું આદુંની પેસ્ટ બનાવી લો.
હવે આ પેસ્ટને બાઉલમા કાઢી લો, તેમા જીરુ, કાલા નમક, ચાટ મસાલો, એક ચપટી હીંગ અને સાદુ મીઠું ઉમેરો. હવે તેને બરાબર મીક્સ કરો અને એક ફ્લેવરફુલ બેઝ બનાવો
હવે તૈયાર થયેલ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો, જો તમારે વધારે ખાટું જોઈએ તો એ પ્રમાણે રસ ઉમેરી શકો છો.
હવે થોડું થોડું કરીને તેમા પાણી રેડો અને સતત હલાવતા રહો, પાણીમાં બરાબર પાતળું અને પૂરીમા રેડવલાયક ના થઈ સુધી તેમા પાણી રેડો અને હલાવતા રહો
હોલ ગ્રેઈન અને મલ્ટીગ્રઈન પૂરીનો ઉપયોગ કરો, આ હેલ્ધી વિકલ્પ રહેશે. હવે પુરીમા ઉપર નાનું કાણું કરો જેથી પાણી અંદર રેડી શકાય
સર્વ કરતા પહેલાજ પુરીમાં પાણી ભરો જેથી પૂરીની ક્રન્ચીનેસ ના જાય . વજન વધવાની ચિંતા વગર હવે આ ફલેવરફુલ પાણીની મજા માણો.