વિટામીન-Eથી ભરપૂર બદામ તમને ગ્લોઈંગ સ્કીન આપવામાં મદદ કરે છે. આમા રહેલા એન્ટી- ઓક્સીડન્ટ એ ફ્રી રેડીકલ્સ સામે લડે છે અને નેચરલ ગ્લો આપે છે.
વાળના સ્વાસ્થ્ય માટે પણ બદામ ઘણા ફાયદાકારક છે. આ સિવાય તેમા બાયોટીન અને જરુરી ન્યુટ્રીયન્ટસ પણ રહેલા હોય છે, જે હેયર ફોલીકલસને તંદુરસ્ત રાખે છે, અને વાળને તુટવાથી બચાવે છે.
બદામ ખાવાથી નખનું આરોગ્ય પણ સુધરે છે. તેમા રહેલું બાયોટીન અને વિટામીન નખની મજબુતાઈ વધારે છે. આ નખની ફ્રેજીલીટીને અટકાવે છે અને નખના સ્વાસ્થ્યને જાળવે છે.
બદામ કોલાજનના ઉત્પાદનમા વધારો કરે છે. જો તમે રોજ બદામનું સેવન કરશો તો સ્કીન ટાઈટ રહે છે અને ચહેરા પર કરચલી આવતા અટકાવે છે.
બદામમા એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે, જે ખીલ જેવી સમસ્યા થતા અટકાવે છે અને તેને નિયંત્રણમાં લાવે છે. બદામના સેવનથી તમે કલીયર અને હેલ્ધી સ્કીન મેળવી શકો છો.
બદામ સ્કીનને હાઈડ્રેટટ રાખવામાં મદદ કરે છે. આમા રહેલુ હેલ્ધી ફેટ્સ અને વિટામીન-E શરીરના મોઈસ્ચરને બેંલેસમાં રાખે છે, જ સ્કીનને ડ્રાય થતા અટકાવે છે અને તેને સોફ્ટ બનાવે છે.