કોઈ કારણસર જીમમાં ના જઈ શકતા હોવ તો આ 5 હોમ વર્ક આઉટ કરીને વજન ઘટાડો


By Smith Taral06, Feb 2024 12:49 PMgujaratijagran.com

ઘણી વાર કોઈ કારણસર જીમમાં નથી જઈ શકાતું, તેવામાં કસરત કરવાનું રૂટીન તુટે છે, જેનાથી સમયસર પરિણામ નથી મેળવી શકતા. આવામા તમે કેટલાક હોમ વર્ક આઉટ કરી શકો છો, જે ઘરે સરળતાથી કરી શકાય છે અને ઝડપથી વજન ઘટાડાવામાં પણ મદદ મળે છે.

રોપ સ્કીપીંગ

રોપ સ્કીપીંગ ઘરે કરી શકાય તેવી સૌથી સરળ કસરત છે. આને સૌથી સારી કાર્ડીયો એક્સરસાઈઝ માનવામાં આવે છે. આ કરવાથી બ્લડ સરક્યુલેશન સારુ થાય છે, આ સાથે કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે

ડાન્સીંગ

જો તમને ડાન્સ કરવુ પસંદ હોય તો આ વજન ઘટાડવા માટેની સૌથી સારી કસરત છે. આમાં તમે એરોબીક્સ મુવમેન્ટનો સમાવેશ કરી શકો છો આ તમને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

સ્ટ્રેચીંગ

કોઈ પણ વર્ક આઉટ કરતા પહેલા સ્ટ્રેચીંગ કરવાની સલાહ આપવામા આવે છે, જે જરુરી પણ છે. આ કસરતથી મસલ્સ પર વધારે તણાવ પડતો નથી, અને તમે આને ઘરે સરળતાથી કરી શકો છો. આ કસરતમા તમારે હાથ ઉપરની તરફ કરવા અને પછી નીચે લઈ જઈ હાથને પગના અંગુઠાને અડકો. આવું ઓછામા ઓછુ 10 વાર કરો.

You may also like

વજન ઘટાડવા માટે દૈનિક આ 8 કસરતો કરો

મનને શાંતી અને તાજગી આપો આ કસરતો કરવાથી મળશે બેસ્ટ રીઝલ્ટ

સ્કવોટ્સ

આમાં બંને પગને પહોળા કરીને ઊભા રહી જાવો, હવે બંને હાથને આગળની તરફ ખેંચીને રાખો, હવે ઘુટણથી વળીને નીચે તરફ જઈ, ખુરશી પર બેઠા હોવ તેવી પોઝીશનમાં રહો અને પછી ફરી નોર્મલ પોઝીશનમાં આવી જાઓ, આવું 10 વાર કરો અને તમારી ક્ષમતા પ્રમાણે કાઉન્ટ વધારતા જાવો.

જો તમને દાંતમાં કેવીટીની તકલીફ છે તો આ ઘરેલું ઉપચાર અપનાવો