TV શૉ 'કુમકુમ' ફેમ જૂહી પરમારની અધૂરી લવ સ્ટોરી પર એકનજર


By Sanket Parekh08, Apr 2023 04:27 PMgujaratijagran.com

જૂહી પરમારના લગ્ન

'કુમકુમ'ની ભૂમિકામાં ઘરે-ઘરે જાણીતી બનેલી જૂહી પરમારે 15 ફેબ્રુઆરી, 2009ના રોજ એક્ટર અને બિઝનેસમેન સચિન શ્રોફ સાથે લગ્ન કર્યાં હતા.

જૂહી અને સચિનની મુલાકાત

જૂહી અને સચિન કૉ-એક્ટર તરીકે એકબીજાને મળ્યા હતા. જે બાદ બન્નેએ નંબર એક્સચેન્જ કર્યાં , પરંતુ તેમની પહેલી મુલાકાત ઠીક નહતી રહી.

પિક્ચર જોવાનો પ્લાન

જૂહી અને સચિને 'જબ વી મેટ' ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ સચિન લેટ થઈ ગયો. આથી ગુસ્સામાં જૂહીએ ટિકિટ ગાર્ડને સોંપી અને એકલી પિક્ચર જોઈ આવી.

એક વર્ષ સુધી અબોલા

સચિન ફિલ્મ જોવા મોડો આવ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે લગભગ એક વર્ષ સુધી કોઈ વાતચીત નહતી થઈ.

સચિન અને જૂહી મળ્યા

શૉ દરમિયાન સચિને જૂહીને કૉલ કરવાનું કહ્યું, સુંદર લાગી રહી છે. આ સાથે જ મળવા માટે પણ કહ્યું. જૂહીને સચિનને મળવામાં કોઈ પરેશાની નહતી થઈ.

સચિને પ્રપોઝ કર્યું

સચિન અને જૂહી મળ્યા ત્યારે એક્ટરે તેની સમક્ષ સાથે જિંદગી વીતાવવા માટે પ્રપોઝલ મૂકી દીધી. જો કે જૂહીએ ત્યારે કોઈ જવાબ નહતો આપ્યો.

સચિન અને જૂહીના લગ્ન

જે બાદ 15 ફેબ્રુઆરી, 2019માં તેમણે લગ્ન કરી લીધા. બન્નેની એક દીકરી પણ છે. જો કે 9 વર્ષના લગ્નજીવન બાદ 2018માં બન્ને છૂટા પડી ગયા.

જાહન્વી કપૂરના આ ડ્રેસિસ છે રેડ કાર્પેટ માટે પરફેક્ટ