Jaya Kishori: આ બે આદતો આજથી જ અપનાવો, જયા કિશોરીની જેમ ચમકી ઉઠશે ચહેરો


By Sanket M Parekh23, Apr 2025 03:44 PMgujaratijagran.com

મોટીવેશનલ સ્પીકર

જયા કિશોરી એક ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અને સ્પિરિચ્યૂઅલ ગુરુ છે.

અસંખ્ય ફૉલોઅર્સ

જયા કિશોરીને મોટી સંખ્યામાં યુવાનોથી માંડીને વયસ્કો પણ ફૉલો કરે છે. અનેક લોકો જયા કિશોરીને પોતાના આદર્શ માને છે.

દિનચર્યામાં ફેરફાર

જયા કિશોરી સૌ કોઈને પોતાનું જીવન બહેતર બનાવવાની કળા શીખવે છે. આ માટે મોટીવેશનલ સ્પીકર સૌને પોતાની દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવાનું સૂચન કરે છે.

વહેલા ઉઠવાની આદત

આપણામાંથી અનેક લોકોને રાતે મોડા સૂવાની અને પછી સવારે મોડા ઉઠવાની આદત હોય છે. ખાસ કરીને મોબાઈલ આવ્યા બાદ તો ઘણાં લોકો મોડા સુધી જાગે છે અને પછી તેમને સવારે ઉઠવામાં તકલીફ પડે છે. એવામાં જયા કિશોરી સૌ કોઈને સવારે વહેલા ઉઠવાની આદત અપનાવવાની સલાહ આપે છે.

ઉઠતાવેંત પાણી પીવો

જયા કિશોરી કહે છે કે, સવારે વહેલા ઉઠ્યા બાદ ખૂબ પાણી પીવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. તેઓ ખુદ પણ આ નિયમનું અચૂક પાલન કરે છે.

સૂતા પહેલા મેડિટેશન

આ તો સવારે ઉઠીને પાળવાની આદત છે, પરંતુ રાતે સૂતા પહેલા પણ જયા કિશોરી મેડિટેશન અર્થાત થોડા સમય માટે ધ્યાન ધરવાનું કહે છે. જેથી તમને પડતાં વેંત ગાઢ ઊંઘ આવે અને સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ ના થાય.

શવાસન કરવાનો યોગ્ય સમય કયો છે?