વડાપાવ એ દરેક વ્યક્તિને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે, અમદાવાદીઓ વધારે પડતુ સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન હોય છે, તેથી આજે અમે તમને અમદાવાદની ફેમસ જય ભવાની વડાપાવ રેસીપી વિશે જણાવીશું.
બાફેલા બટાકા,લસણની કળીઓ,લાલ મરચું પાવડર,જીરું,મીઠું,પાણી,તેલ,ચણાનો લોટ,ધાણાજીરું,હળદર,હીંગ,ખાવાનો સોડા,લીંબુનો રસ,કોથમરી,લીલા મરચા,ખાંડ,પાઉ,બટર ઓઈલ.
સૌ પ્રથમ બટાકા કૂકરમાં બાફવા મૂકો અને લસણની કળીઓ,મરચું પાવડર,જીરું એક મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરીને એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં પેસ્ટ ઉમેરીને ગરમ કરી બાજુ પર ઠંડી થવા દો.
હવે બાફેલા બટાકાની મેશમાં સમારેલા લીલા મરચા,કોથમરી,મીઠું,ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને સ્ટફિંગ મિક્સ કરો.
હવે તૈયાર કરેલ મિશ્રણાંથી નાના નાના બોલ બનાવો અને એક બાઉલમાં ચણાનો લોટ અને જણાવેલ મસાલા ફમેરીને બેટર તૈયાર કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલ વડાને ચણાના બેટરમાં ડૂબાડીને ગરમ તેલમાં તળી લો.
હવે પાંઉને અધ્ધ વચ્ચેથી કાપો અને તેના પર થોડું તેલ અને લસણની ચટણી લગાવીને તવા પર ગરમ કરી લો અને તેમાં બચ્ચે તૈયાર કરેલ વડાને મૂકીને દબાવી ફરીથી તવા પર ગરમ કરો.
આપણા જય ભવાની સ્ટાઈ વડાપાવ તૈયાર છે, તમે તેને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.