શિયાળામાં લસણ વાળી મેથીની ભાજી ઘરે ટ્રાય કરી કે નહીં? નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi23, Jan 2024 11:02 AMgujaratijagran.com

સ્વાદિષ્ટ લસણ-મેથીની વાનગી

લસણની મેથી શિયાળામાં ખાવા માટે એક અદ્ભુત વાનગી છે, જેને તમે રોટલી, પરાઠા અને પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો. તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી

મેથી,મગફળી,તલ,લસણ,ચણાનો લોટ,ડુંગળી,ટામેટા સમારેલ,જીરું,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર પાવડર,સ્વાદ મુજબ મીઠું.

સ્ટેપ- 1

લસણ-મેથીની ભાજી બનાવવા માટે સૌપ્રથમ મેથીના પાનને સ્વચ્છ પાણીથી ધોઈને બારીક કાપો અને એક બાઉલમાં રાખો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં લસણ કળીઓ ઉમેરો. થોડી વાર પછી તેમાં સમારેલી મેથી નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 3

મેથીના પાનને સારી રીતે પકાવો અને તેને બાઉલમાં રાખો. હવે વેજીટેબલ પેસ્ટ બનાવવા માટે મગફળી અને તલને તવા અથવા કોઈપણ કડાઈમાં થોડીવાર શેકી લો અને પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો.

સ્ટેપ- 4

હવે એ જ કડાઈમાં તેલ નાખીને ગરમ કરો અને પછી જીરું,લસણની કળીઓ, ડુંગળી વગેરે ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.

સ્ટેપ- 5

ડુંગળી સોનેરી થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખો અને તેમાં મીઠું અને દર્શાવેલ તમામ મસાલા નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 6

આ બધું મિશ્રણ ફ્રાય થઈ જાય એટલે તેમાં તલ અને મગફળીની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો. પછી જ્યારે આ મિશ્રણ ઉકળે ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તમારી લસણ વાળી મેથીની ભાજી, તમે ગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

તમે ઘરે લસણ-મેથીની ભાજી પણ બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે સવારના નાસ્તામાં તેલ વગર આ હેલ્ધી ડિશ બનાવો, તમે 70 વર્ષ સુધી નિરોગી રહેશો