જાસુદનું ફૂલ સ્વાસ્થ્યની બીજી સમસ્યાઓની સાથે વાળ માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. આના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. તો જાણીએ વાળ માટે જાસુદ ફૂલના ફાયદા
- કાર્બોહાઇડ્રેટ્સ - મેગ્નેશિયમ - કેલ્શિયમ - વિટામિન સી - એન્ટિઓક્સિડેન્ટ
જાસુદનું ફૂલ વાળના ગ્રોથમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં એમીનો એસિડની સાથે વિટામિન્સ પણ રહેલા છે, જે વાળના પોષણ આપવાની સાથે વાળના ગ્રોથમાં મદદ કરે છે.
આમાં ફ્લેવેનોઇડ્સની સાથે એમીનો એસિડ હોય છે, જે સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશને વધારી વાળને મજબૂત અને ભરાવદાર બનાવે છે.
ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલને હીના પાવડરની સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આને લગાવવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે.
જાસુદનું ફૂલ વાળને નેચરલ કલર આપવામાં મદદ કેર છે. આના ઉપયોગથી મેલેનિનનો ઉપયોગ વધી શકે છે, જેનાથી વાળનો પ્રાકૃત કલર અકબંધ રહે છે.
જાસુદનું ફૂલ વાળને ભરાવદાર અને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે. આ માટે આની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવી, આનાથી વાળમાં પ્રાકૃતિક રૂપથી ચમક આવે છે.