જો તમે ક્રિએટિવ વિચારો છો, તો તમે એનિમેશન ડિઝાઈનિંગનો કોર્સ કરી શકો છો. સમગ્ર દેશમાં વિવિધ ઈન્સ્ટીટ્યૂટમાં સર્ટીફિકેટથી લઈને ડિપ્લોમા સુધીના કોર્સ કરાવવામાં આવે છે. જેને પૂર્ણ કરીને તમે શરૂઆતમાં જ 25 થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો.
જો તમે પેઈન્ટિંગમાં રસ ધરાવતા હોવ તો, ઈન્ટીનિયર ડિઝાઈનિંગનો પણ કોર્સ કરી શકો છો. કોર્સ પૂર્ણ કર્યા બાદ તમે સરળતાથી 35-40 હજાર રૂપિયાના પગારની જૉબ મળી શકે છે.
જો સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો હોય, તો શોર્ટ ટર્મના કોર્સ પણ કરી શકો છો. આ પ્રકારના કોર્સની ખૂબ જ ડિમાન્ડ છે. જેના થકી તમે સારી એવી કમાણી કરી શકો છો.
તમે ફિટનેસ ઈન્સ્ટ્રક્ટરના ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો, કારણ કે આજકાલ લોકો ફિટનેસને લઈને વધારે પડતા એક્ટિવ રહે છે. જેથી તમારું ફ્યૂટર પણ ચમકી જશે.
12 પાસ બાદ તમે યોગામાં પણ કરિયર બનાવી શકો છો. એવા અનેક ઈન્સ્ટીટ્યૂટ છે, જે યોગના કોર્સ કરાવે છે. આ કોર્સ કરીને પણ તમે સારી એવી કમાણી કરવા માટે વિદેશમાં પણ જઈ શકો છો.
મોટી-મોટી ઈન્ડસ્ટ્રીઝ અને સરકારી વિભાગોમાં ફાયર બ્રિગેડ કર્મચારીઓની આવશ્યક્તા રહે છે. આજકાલ ફાયર બ્રિગેડ કર્મચારીઓની પણ ડિમાન્ડ વધી ગઈ છે.
12 પાસ યુવાધન ફેશન ડિઝાઈનિંગમાં પણ કરિયર બનાવી શકો છે. અનેક એવી યુનિવર્સિટી અને સંસ્થા છે, જે ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમાં અને સર્ટીફિકેટ કોર્સ કરાવી શકો છો.