ઘરની દિવાલોને ઝડપથી સાફ કરવા આ રીત અજમાવો


By Jivan Kapuriya30, Jul 2023 11:18 AMgujaratijagran.com

જાણો

ઘણીવાર નાના બાળકો દિવાલો પર જ તેમની બધી ક્રિએટીવીટી કરતા હોય છે. જેના કારણે ઘરની રંગબેરંગી અને સ્વચ્છ દિવાલો પણ બગડી જાય છે.આવી સ્થિતિમાં આ ટિપ્સને ફોલો કરીને તમે સરળતાથી દિવાલો પરના ડાઘ સાફ કરી શકો છો.

ખાવાનો સોડા વાપરો

એક બાઉલમાં 3-4 ચમચી ખાવાનો સોડા લો અને તેમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને સ્ક્રબર પર લગાવીને દિવાલ પરના ડાઘને સાફ કરો.

ટૂથ પેસ્ટ વાપરો

દિવાલ પરથી સખ્ત ડાઘ દૂર કરવા માટે તમે જેલ વગરની ટૂથ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. પેસ્ટને ડાઘાવાળી જગ્યાઓ પર લગાવીને થોડીવીર રહેવા દો પછી તેને સ્ક્રબરથી ઘસો.

મેયોનીઝ વાપરો

સલાડ અને સેન્ડવીચનો સ્વાદ વધારવા ઉપરાંત મેયોનીઝનો ઉપયોગ સફાઈ કરવા માટે પણ કરી શકાય છે. તેને ડાઘ પર લગાવો અને તેને ગોળાકાર ગતિમાં ઘસીને દિવાલને સાફ કરો.

વિનેગર વાપરો

દિવાલ પરથી રંગીન ડાઘ દૂર કરવા માટે અડધો ગ્લાસ વિનેગર લો. તેમા ટૂથબ્રશ બોળીને ડાઘાવાળી જગ્યા પર લગાવો અને દિવાલને હળવા હાથે સાફ કરો.

સાબુવાળું પાણી વાપરો

દિવાલ સાફ કરવા માટે મગમાં સાબુ અને પાણીનું દ્રાવણ તૈયાર કરો. આ પછી ફીણની મદદથી દિવાલ પરના ડાઘાઓને હળવા હાથે સાફ કરો.

શેમ્પૂ વાપરો

તેનો ઉપયોગ કરવા માટે થોડા પાણીમાં શેમ્પૂ મિક્સ કરો . હવે બ્રશ અથવા ફોમની મદદથી દિવાલ પરના ડાઘા સાફ કરો.

મકાઈનો સ્ટાર્ચ વાપરો

દિવાલ પરથી તેલના ડાઘ દૂર કરવા માટે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરો. પાણીમાં 3 ચમચી કોર્ન સ્ટાર્ચ નાખો, હવે આ પેસ્ટને ડાઘાવાળી જગ્યા પર લગાવો અને પછી ગરમ પાણીથી દિવાલ સાફ કરો.

તમે ગંદી દિવાલો સાફ કરવા માટે ડીશ વોશનો પણ ઉપયોગ કરી શકો છો.

વાળના ગ્રોથ માટે એલોવેરા હેર પેકનો ઉપયોગ કેવી રીતે કરવો, આવો જાણીએ