વાળનો ગ્રોથ કરવા માટે તમારે મોંઘી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે ઘરે પણ તમારા વાળનો ગ્રોથ કરી શકો છો.
એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.એલોવેરા ન માત્ર તમારા વાળને મજબૂત બનાવે છે પણ તેમને તૂટતા પણ અટકાવે છે.
હેર પેક બનાવવા માટે સૌ પ્રથમ એલોવેરાને છોલી લો અને પછી તેને મિક્સીમાં સારી રીતે ક્રશ કરીને ગાળી લો.
હેર પેક બનાવવા માટે તમારે આ એલોવેરા જ્યુસમાં મધ અને નાળિયેર તેલ પણ મિક્સ કરવું પડશે.
એલોવેરામાંથી બનતા આ હેરપેકનો અઠવાડિયામાં બે વાર નિયમિત ઉપયોગ કરો. તમારા વાળનો ધીમે ધીમે ગ્રોથ થવા લાગશે.
તમારે એલોવેરા,મધ અને નાળિયેર તેલવાળા આ હેરપેકને અડધા કલાક સુધી વાળમાં રાખવાનું છે.
જ્યારે તેમ 30 મિનિટ પછી તમારા વાળને શેમ્પૂથી ધોશો ત્યાર પછી તમને આપમેળે કમાલના ફેરફાર દેખાશે.
કેટલાક ઘરેલું ઉપચાર તમારા વાળને લગતી સમસ્યાઓને ઝડપથી દૂર કરે છે. એલોવેરા હેર પેક પણ તમારા વાળનો ગ્રોથ કરવા માટે રામબાણ સાબિત થઈ શકે છે.
એલોવેરા હેર પેક તમારા વાળને માત્ર હેલ્દી જ નહીં બનાવે પરંતુ તમારા વાળને ચમકદાર અને સિલ્કી પણ બનાવશે.