નકારાત્મક વિચારો પર આ યોગાસનથી મેળવો કાબૂ, ઉદાસી થશે દૂર અને રહેશો ખુશ


By Sanket M Parekh29, Jul 2023 04:34 PMgujaratijagran.com

કપાલભાતિ

કપાલભાતિ એક શ્વાસનો વ્યાયામ છે, જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદેમંદ હોય છે. જે મનમાં ખોટા વિચારો ઉપરાંત ચરબી, પાચન અને વિચારવાની શક્તિને મજબૂત બનાવે છે.

સૂર્ય નમસ્કાર

સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર જરૂર કરવા જોઈએ. જેનાથી મન અને શરીર બન્ને સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને અન્ય અનેક પ્રકારના લાભ મળે છે.

ઉષ્ટ્રાસન

આ આસન મગજને શાંત રાખવા સાથે પીઠના દર્દ તેમજ કબજિયાતમાં રાહત આપે છે. શરીર-મનને સ્વસ્થ રાખવા માટે આ યોગાસન જરૂર ટ્રાય કરો.

બાલાસન

બાલાસન શરીર, મન અને આત્માને શાંત કરે છે. દરરોજ આ આસન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.

બદ્ધકોણાસન

બદ્ધકોણાસન કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જે મગજમાં નકારાત્મક વિચારોને દૂર રાખે છે અને શરીરમાંથી થાકને દૂર કરી શકે છે.

માર્જરી આસન

આ આસન નિયમિત રીતે કરવાથી શરીરના અંગ યોગ્ય રીતે કામ કરે છે. આ આસન કરવાથી ભાવનાત્મક સંતુલન બન્યું રહે છે.

કોફી અને દહીંમાંથી બનાવો મસ્ત ફેસ માસ્ક, આ રીતે ઉપયોગ કરીને તમારા ચહેરાને ગ્લોઈંગ બનાવો