હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે વિધિપૂર્વક શ્રીકૃષ્ણની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ મળવા સાથે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જો કે જન્માષ્ટમીના પાવન પર્વ પર કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક કાર્યો કરવાથી બચવું જોઈએ, તો ચાલો જાણીએ જન્માષ્ટમીના દિવસે શું ના કરવું જોઈએ...
જન્માષ્ટમીના દિવસે કાલા કપડા ના પહેરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂજામાં કાળા કપડાં પહેરવા વર્જિત છે. આ દિવસે પીળા કે ગુલાબી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓ ના ખાવી જોઈએ. આ દિવસે દારૂ ના પીવો જોઈએ. આ સાથે જ સાત્વિક ભોજન આરોગવું જોઈએ.
આ દિવસે ભગવાન કૃષ્ણને કરમાયેલા ફૂલો અર્પણ ના કરવા જોઈએ. તાજા અને સુગંધિત ફૂલો અર્પણ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે.
જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. તુલસીના પાન એક દિવસ પહેલા જ તોડી લેવા જોઈએ. આ દિવસે તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
પૂજા કરતી વખતે તન અને મનમાં શુદ્ધતા જાળવી રાખો. કોઈપણ પ્રકારના ખરાબ વિચાર મનમાં ન આવવા દેવા, કારણ કે તેનાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. જન્માષ્ટમીના દિવસે પૂરા મનથી પૂજા કરવી જોઈએ
ભગવાન કૃષ્ણને ગાયો ખૂબ પ્રિય છે. આથી જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગૌ માતાને સતાવવી ના જોઈએ. આવું કરવાથી ભગવાન કૃષ્ણ નારાજ થાય છે અને અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે.