જન્માષ્ટમી 2025ના દિવસે શુભ મુહૂર્ત ક્યારે છે?


By Kajal Chauhan15, Aug 2025 04:48 PMgujaratijagran.com

ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર તહેવાર જન્માષ્ટમી, દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની 5252મા જન્મ દિવસની ઉજવણી ભક્તો દ્વારા ધૂમધામથી કરવામાં આવશે.

ઉદયાતિથિના આધારે જન્માષ્ટમીનો તહેવાર મુખ્યત્વે 16 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. ભક્તો આ દિવસે સવારથી વ્રતનો સંકલ્પ કરશે અને રાત્રે લડ્ડુ ગોપાલનો જળાભિષેક તથા પંચામૃત સ્નાન કરશે.

મધ્યરાત્રિ નીતિશા મુહૂર્ત

16 ઓગસ્ટ, રાત્રે 12:04 થી 12:47 વાગ્યા સુધી. આ સમય લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરાવવા માટે અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે.

બ્રહ્મ મુહૂર્ત

16 ઓગસ્ટ, સવારે 4:24 થી 5:07 વાગ્યા સુધી. આ સમય જન્માષ્ટમીના દિવસે પવિત્ર સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ કરવા માટે શુભ રહેશે.

વિજય મુહૂર્ત

16 ઓગસ્ટ, બપોરે 2:37 થી 3:30 વાગ્યા સુધી. કોઈપણ ખાસ ધાર્મિક વિધિ અથવા સંકલ્પ સાથે કરવામાં આવેલા વિશેષ દાન માટે આ સમય શુભ છે.

સંધ્યાકાળનો સમય

16 ઓગસ્ટ, સાંજે 7:00 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી. આ શુભ સમય લડ્ડુ ગોપાલની સાંજની પૂજા અને આરતી માટે આદર્શ સાબિત થશે.

Janmashtami 2025: જન્માષ્ટમી પર આવી રીતે કરો શ્રીકૃષ્ણની પૂજા, મળશે પુરો લાભ