શ્રાવણ મહિનામાં આવતી કૃષ્ણ જન્માષ્ટમી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર લોકો આ દિવસે ખાસ ઉપવાસ કરે છે અને ભક્તિભાવ પૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. તો ચાલો જાણીએ આ દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ?
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
પૂજા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપના કરવી જોઈએ. આ માટે બાજોઠ કે પાટલા પર સ્વચ્છ કપડું પાથરીને તેના પર શ્રીકૃષ્ણની સ્થાપના કરો.
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા માટે એક થાળીમાં જળ, કંકુ, ચંદનની પેસ્ટ, ધૂપ, આરતી માટે દીવા અને કેટલાક સુગંધિત ફૂલો રાખો.
જન્માષ્ટમી પર દૂધથી બનેલી મીઠાઈઓ બનાવવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ દૂધ, દહી અને માખણના શોખિન હતા. આથી પૂજાની થાળીમાં પંચામૃત મીઠાઈનો ભોગ ધરાવવા માટે જરૂર રાખો.
જન્માષ્ટમી પર પૂજા કરતા પહેલા લડ્ડુ ગોપાલને દૂધ, દહીં, ઘી, મધ મિક્સ કરીને સ્નાન કરાવો. જે બાદ જળમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરાવો
લડ્ડુ ગોપાલને શ્રૃંગાર કરવા માટે તેમના માથા પર ચંદન લગાવો અને સ્વચ્છ કપડા પહેરાવો. આ સાથે જ મુગટ અને વાંસળીથી લડ્ડુ ગોપાલને સજાવો.
ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ આરતી કરો અને તેમને પંચામૃતનો ભોગ ધરાવો. જે બાદ આંખો બંધ કરીને હાથ જોડીને પાર્થના કરો અને પછી પ્રસાદ સૌ કોઈને આપો.