જ્હાન્વી કપૂર બૉલિવૂડની ફેમસ સ્ટાર કિડ્સ છે. એક્ટ્રેસ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી છે. જે બૉલિવૂડની ઉમદા અભિનેત્રી હતી.
અભિનેત્રી ફિલ્મોમાં પોતાની ઉમદા અભિનય અને સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને અવારનવાર છવાયેલી રહે છે.
આજે અમે આપને જ્હાન્વી કપૂરના ગોર્જિયસ બ્લાઉઝ કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છીએ. જેને તમે તહેવારની સિઝનમાં ટ્રાય કરી શકો છો.
તહેવાર પર આ પ્રકારની હેક્સાગોન નેક ડિઝાઈનને ટ્રાય કરી શકો છે. જે સિમ્પલ દેખાવાની સાથે ખૂબ જ આકર્ષક લુક આપે છે.
જ્હાન્વી કપૂરની જેમ તમે પણ કોઈ પણ પ્લેન સાડી સાથે આ પ્રકારના હેવી વર્ક બ્લાઉઝને પેયર કરી શકો છો.
સિમ્પલ શિફૉન સાડીની સાથે આ પ્રકારના વેલવેટ બ્લાઉઝ લુકમાં જીવ રેડી દેશે.
કંઈક હટકે દેખાવા માંગતા હોવ, તો તમે એક્ટ્રેસના આ કોલ્ડ શૉલ્ડર બ્લાઉઝને સાડી સાથે કેરી કરી શકો છો.
ઑફ શૉલ્ડર બ્લાઉઝ કાયમ ફેશનમાં રહે છે. એવામાં તમે આ લુક્સમાંથી પણ આઈડિયા લઈ શકો છો.