જલેબી ભારતની પ્રખ્યાત મીઠાઈઓમાંથી એક છે. દહીં જલેબીનો ટેસ્ટ અનોખો હોય છે. કેટલાક લોકો તેને દૂધ અથવા રબડી સાથે ખાવાનું પણ પસંદ કરે છે. જલેબી સ્ટ્રેસ બસ્ટર પણ છે. જાણો મિનિટોમાં જલેબી બનાવવાની સરળ રેસીપી.
લોટ-1-2 કપ, દહીં -1-4 કપ,ઘી (તળવા માટે),સુતરાઉ કાપડ,ખાંડ-1 કપ (ચાસણી બનાવવા માટે)
લોટ અને દહીંને એક સાથે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
જો જરૂરી હોય તો તમે પાણી પણ નાખી શકો છો.
લગભગ 6 થી 7 કલાક સુધી તેને ઘટ્ટ થવા દો.
જ્યારે પેસ્ટ ઘટ્ટ થઈ જાય, ઉપર ફીણ દેખાય પછી ખાંડની ચાસણી તૈયાર કરો.
ધીમા ગેસ પર પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો.
ચાસણીને ફુલ ગેસ પર થોડો સમય ઉકળવા દો.
જ્યારે ખાંડની ચાસણી તાર છોડવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અને સહેજ ઠંડુ થવા દો.
એક કડાઈમાં દેશી ઘી નાખીને ગરમ કરો.
તૈયાર કરેલી પેસ્ટને સુતરાઉ કાપડમાં નાખો. કાણું જેટલું નાનું હશે તેટલી જલેબી પાતળી થશે.
જલેબીને મધ્યમ તાપ પર ઓછા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો.
જલેબીને બહાર કાઢીને ખાંડની ચાસણીમાં 1 મિનિટ માટે મૂકો અને પ્લેટમાં કાઢીને ખાવ.
આ સરળ ટિપ્સ વડે મિનિટોમાં જલેબી બનાવો,આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.