4 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વ 2.41 અબજ ડોલર ઘટી 601.453 અબજ ડોલર પહોંચી છે.
આ અગાઉ 28 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.165 અબજ ડોલર ઘટી 603.87 અબજ ડોલર પહોંચી ગયું હતું.
દેશના ફોરેક્સ રિઝર્વમાં ગયા સપ્તાહની તુલનામાં 2.4 અબજ ડોલરનો ઘટાડો થયો છે. વિદેશી હૂંડિયમણમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો થયો છે.
ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો વિદેશી કરન્સી એસેટમાં પરિવર્તન, RBIના જોખમોમાં રાખેલી અન્ય કરન્સીના મૂલ્યાંકનમાં મજબૂતી અથવા નબળાઈની અસરને લીધે થાય છે.