આ 10 વાનગીઓ ગુજરાતની ઓળખ આપે છે, આવો જાણીએ


By Jivan Kapuriya12, Aug 2023 02:48 PMgujaratijagran.com

જાણો

અનોખી અને સ્વાદિષ્ટ વાનગીઓ દેશમાં દરેક જગ્યાએ જોવા મળે જ છે અને તેને ખાવાની એક અલગ જ મજા આવે છે. પરંતુ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે.

ગુજરાતની ઓળખ

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ફરવા સિવાય પણ આવા ઘણા ગુજરાતી ફુડ છે જે લોકપ્રિય છે. જો તમે ખાવાના શોખીન છો તો આ ગુજરાતી ફૂડ અચૂક ટ્રાય કરો.

ગુજરાતની પ્રખ્યાત વાનગી

ગુજરાતની આ વાનગીઓ માત્ર ગુજરાતીઓને જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ પસંદ આવે છે.ત્યારે આજે અમે તમને ગુજરાતની આવી જ કેટલીક અલગ-અલગ વાનગીઓ વિશે જણાવી રહ્યા છીએ.

ખમણ ઢોકળા

ખમણ ઢોકળા દેખાવમાં સામાન્ય ઢોકળા જેવા જ છે. પરંતુ તે ખાવામાં એકદમ પોચા અને સ્વાદિષ્ટ હોય છે.તમે તેને ચણાની દાળમાંથી ઘરે પણ બનાવી શકો છો.

ઢેબરા

બાજરી અને મેથીમાંથી બનાવેલા ઢેબરા એ ગુજરાતનો પ્રખ્યાત વાનગી છે, જે ચા સાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે તે ડમ્પલિંગ જેવું લાગે છે.

સેવ ટમેટાનું શાક

સેવ ટામેટાનું શાક ગુજરાતની યાદીમાં એક સ્વાદિષ્ટ વાનગી તરીકે સામેલ છે. સેવ અને ટામેટામાંથી બનેલું આ શાક સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે ખૂબ જ હેલ્દી પણ છે.

હાંડવો

હાંડવો પણ ગુજરાતની પ્રખ્યાત વાનગીની યાદી પૈકીનું એક છે.તમને જણાવી દઈએ કે હાંડવો એ ગુજરાતની એક ખારી વાનગી છે, જેને તમે ખારી કેક પણ કહીં શકો છો.

ખાંડવી

ખાંડવીને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ નરમ હોય છે.

પાત્રા (આલુ વડી)

આ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાવામાં આવતી પ્રખ્યાત વાનગી છે. ગુજરાતમાં તે પાત્રા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તે આલુ વડી તરીકે આળખવામાં આવે છે. તે અળવીના પાંદડા અને ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે.

મેથીના મુઠિયા

ગુજરાતમાં મેથીના દાણામાંથી બનાવેલ આ વાનગી ચા નાસ્તા તરીકે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.તમે પણ ચા સાથે મેથીના મુઠિયા ખાવ અને આનંદ લો.

દાળ ઢોકળી

દાળ,મસાલા અને લોટમાંથી બનેલી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે તમને લગભગ દરેક દુકાનમાં સરળતાથી મળા જશે. ગુજરાતની આ પ્રખ્યાત વાનગીઓમાં દાળ ઢોકળીનો પણ સમાવેશ થાય છે.

ઊંધિયું

ઊંધિયુંએ ગુજરાતની પરંપરાગત વાનગી છે, જે મુખ્યત્વે રોટલી,પરાઠા વગેરે સાથે ખાવામાં આવે છે.તે ઘણી બધી શાકભાજીને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

સેવ ખમણી

સેવ ખમણી પણ ગુજરાતમાં સૌથી પ્રિય વાનગી છે.લોકો તેના અલગ અલગ કોમ્બિનેશનના દિવાના છે.સેવ અને દાડમના દાણામાંથી બનેલા આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

વાંચતા રહો

તમે પણ આ બધી ગુજરાતી વાનગીઓ ટ્રાય કરો અને અમને Facebook પર જણાવો તમારું ફેવરિટ ફુડ ક્યું છે.

મસાલેદાર ચટપટા પાસ્તા બનાવવાની આ રેસીપી તમને કોઈએ નહીં જણાવી હોય, જોણો એકદમ સરળ રીત