જગજીતસિંહને ગઝલ સમ્રાટ માનવામાં આવે છે. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલોમાં છે. આજે જગજીતસિંહની પુણ્યતિથિ છે.
જગજીતસિંહને સૌથી સફળ ગઝલ ગાયક અને સંગીતકાર માનવામાં આવે છે. એવામાં જગજીતસિંહની કેટલીક ઉત્તમ ગઝલ વિશે વાત કરીશું, જે આજે પણ સૌથી વધારે સાંભળવામાં આવે છે.
જગજીતસિંહની આ ગઝલ સૌથી લોકપ્રિય છે. જેને નવાઝ દેવબંદીએ લખી હતી. જગજીતસિંહના અવાઝમાં આ ગઝલ આજે પણ સૌથી વધુ વખત સાંભળવામાં આવે છે.
કૈફી આઝમી દ્વારા લખવામાં આવેલી આ ગઝલને જગજીતસિંહે ખૂબ જ સુંદર અવાજમાં ગાઈ છે. જેના શબ્દો છે, 'તુમ ઈતના જો મુશ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જીસકો છુપા રહે હો.'
જાણીતા શાયર હસ્તીમલ હસ્તીએ આ ગઝલ લખી હતી. જગજીતસિંહની સૌથી લોકપ્રિય ગઝલો પૈકી એક છે. જેના શબ્દો ખૂબ જ અદ્દભૂત છે.
સુદર્શન ફાકિર દ્વારા લિખિત આ ગઝલને જગજીતસિંહે ગાઈ છે. જેની લોકપ્રિયતાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે, યુટ્યૂબ પર તેના કરોડો વ્યૂઝ છે.
જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવેલી આ ગઝલ જગજીતસિંહની અવાજના કારણે લોકોના હોઠ પર આવી ગઈ હતી. જેના લિરિક્સ કંઈક આ પ્રકારે છે, 'તુમકો દેખા તો યે ખયાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘના સાયા'
જાણીતા સંગીતકાર આનંદ બક્ષીએ આ ગઝલને લખી છે. જગજીત સિંહની આ ગઝલ આજે પણ સૌથી વધારે વખત સાંભળવામાં આવે છે.
જાણીતા શાયર અસીર અલીગઢી દ્વારા લખવામાં આવેલી આ ગઝલને જગજીતસિંહે પોતાના મધુર અવાજમાં ગાઈ છે. જેના શબ્દો કંઈક આ પ્રકારે છે, 'કુછ હોશ ભી હૈ દસ્ત-એ-જુનૂ દેખ ક્યા હુઆ, દામન તક આ ગયા હૈ ગરેબા ફટા હુઆ'