દરેક સમસ્યાને દૂર કરશે ગોળના આ ઉપાયો


By Prince Solanki29, Dec 2023 07:33 PMgujaratijagran.com

જ્યોતિષ શાસ્ત્ર

ગોળને લઈને જયોતિષ શાસ્ત્રમા કેટલાક વિશેષ ઉપાયો જણાવવામા આવ્યા છે, જે ખૂબ જ અસરકારક પણ છે.

ગુરુવારના દિવસે અપનાવો આ ઉપાય

હિન્દૂ ધર્મમા ગુરુવારના દિવસને બૃહસ્પતિ દેવને સમર્પિત કરવામા આવ્યો છે. ગુરુવારના દિવસે ગોળ સાથે જોડાયેલા ઉપાયો કરવાથી અસરકારક સાબિત થાય છે.

ઘણી સમસ્યાઓનુ સમાધાન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગોળ સાથે જોડાયેલા ઉપાયો માત્ર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માથી તમને છૂટકારો અપાવી શકે છે.

અવરોધો દૂર કરે

જો તમે કોઈ શુભ કાર્ય કરવા જાઓ છો તો તેમા અવરોધો આવી શકે છે. જેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગુરુવારના દિવસે ગાય માતાને ગોળ ખવડાવો.

આર્થિક તંગીથી છૂટકારો

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગુરુવારના દિવસે ચણા અને ગોળને કેળાના પત્તામા અર્પિત કરવાથી આર્થિક તંગી માથી છૂટકારો મળે છે.

સમસ્યોઓ માથી છૂટકારો

જીવનમા આવનારી અનેક સમસ્યાઓ માથી છૂટકારો મેળવવા ગોળ, હળદરની ગાંઠ અને એક રુપિયાનો સિક્કો એક પોટલીમા બાંધીને કોઈક અજાણ જગ્યા પર મૂકી દો. તેનાથી આવનારી તમામ સમસ્યાઓ માથી છૂટકારો મળે છે.

સફળતા માટે

ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિ દેવને ગોળને ચડાવો. ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિ દેવને ગોળ ચડાવવાથી દરેક કાર્યમા સફળતા પ્રાપ્ત કરવાની શક્યતાઓ વધી જાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

તુલસીના આ નિયમોનુ પાલન કરો, દૂર રહેશે સમસ્યાઓ