હિન્દૂ ધર્મમા તુલસીનુ વિશેષ મહત્વ રહેલુ છે. મોટાભાગે દરેક ઘરમા એક તુલસીનો છોડ હોય છે. રોજ તુલસીની પૂજા કરવાથી ઘરમા સુખ શાંતિનો પ્રવેશ થાય છે.
તુલસીના છોડના સંકેતો ઘણી વસ્તુઓ કહેતા હોય છે, જો તુલસીના છોડમા કોઈપણ પ્રકારના બદલાવ અથવા તો સંકેત જણાય છે તો તેને નજરઅંદાજ ન કરો.
ઘરે લાગેલા તુલસીના છોડને ક્યારેય સૂકાવા ન દો. જો તુલસીનો છોડ સૂકાઈ ગયો છે તો તુલસીની પૂજા કંઈક કમી રહી ગઈ છે.
જો તુલસીના પત્તા સૂકાઈ ગયા છે તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરો. તુલસીની રોજ પૂજા કરો અને તેને પાણી અર્પણ કરો.
તુલસીના છોડને રોજ પાણી આપવુ જોઈએ પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે પાણી ન આપવુ જોઈએ.
તુલસીના છોડની પાસે રોજ સવાર સાંજ દીવો સળગાવો જોઈએ. તેનાથી તુલસી માતા પ્રશન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પત્તા ન તોડવા જોઈએ, તેનાથી તુલસી માતા નારાજ થાય છે. તેનાથી દુષ્પ્રભાવોથી પણ બચી શકાય છે.