હિંડનબર્ગના નિશાન પર જેક ડોર્સી, સંપત્તિ 526 મિલિયન ડોલર ગગડી


By Nilesh ZInzuwadiya24, Mar 2023 04:06 PMgujaratijagran.com

યુઝર્સ વધાર્યાનો આરોપ

અમેરિકાની શોર્ટ સેલર કંપનીએ ફર્મ બ્લોક ઈંક પર નિશાન તાક્યું છે. કંપનીએ ખોટી રીતે યુઝર્સ વધાર્યાનો આરોપ. ગ્રાહક અધિગ્રહણ ખર્ચને ઘટાડો કર્યો છે.

શેરમાં એક વર્ષમાં 57 ટકાનો થયો ઘટાડો

અહેવાલ બાદ શેરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શેરના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષમાં કંપનીનો શેર 57 ટકા તૂટી ગયો છે.

બે વર્ષ સુધીની માહિતી

હિંડનબર્ગે દાવો કર્યો છે કે બે વર્ષ સુધી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની વ્યવસ્થિત રીતે ડેમોગ્રાફિક્સનો લાભ લીધો છે.

વર્ષ 2009માં સ્થાપના થયેલી

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ બ્લોક ઈન્કની વર્ષ 2009માં સ્થાપના કરી હતી. બ્લોક ઈંક અગાઉ સ્વેર નામથી જાણીતી હતી.

52.6 કરોડ ડોલર ગગડી

અહેવાલ પ્રમાણે ડોર્સીની સંપત્તિ 52.6 કરોડ ડોલર ગગડી હતી. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે 11 ટકા ગગડ્યા બાદ તેની સંપત્તિ 4.4 બિલિયન ડોલર છે.

મારુતિ તેની વિવિધ કારોની રેન્જમાં ભાવ એપ્રિલથી ભાવ વધારો કરશે