ITCનો બીજા ત્રિમાસિક ગાળામાં નફો 6 ટકા વધી રૂપિયા 4927 કરોડ થયો


By Nileshkumar Zinzuwadiya19, Oct 2023 10:20 PMgujaratijagran.com

ત્રિમાસિક ગાળામાં નફો

ITCએ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં છે. કંપનીનો નફો અંદાજ કરતાં સારો આવ્યો છે અને ગત વર્ષની તુલનામાં આશરે 6 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

એબિટડા

જ્યારે આવક આશરે 3 ટકા વધી છે. જોકે આંકડા અંદાજ કરતાં નબળા છે. આ સાથે એબિટડા અને એબિટડા માર્જીનને લગતો અંદાજ પણ નબળો રહ્યો છે.

સિગારેટ બિઝનેસ

ત્રિમાસિક ગાળામાં સિગારેટ બિઝનેસમાં 10 ટકાથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. સિગરેટ કારોબારમાંથી આવક ગયા વર્ષની તુલનામાં 10.13 ટકા વધી રૂપિયા 7657 કરોડ છે.

FNCG કારોબાર

FNCG કારોબારથી આવક ગત વર્ષની તુલનામાં 8.35 ટકા વધી રૂપિયા 5,93 કરોડ પહોંચી છે.

હવે ભૂલી જાવો પેટ્રોલને, ટૂંક સમયમાં માર્ગો પર દોડશે CNG બાઈક