પ્રેગ્નેન્સીની ખબરોને પૂર્ણવિરામ મૂકતા ઈશિતા દત્તાએ પોતાના બેબી બમ્પ સાથે ફોટો શેર કરી છે
ઈશિતા દત્તા બૉલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જેના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવા જઈ રહ્યું છે
ઈશિતા દત્તાએ પોતાના પતિ વત્સલ શેઠ સાથે મળીને આ વાતનો ખુલાસો પોતાના સોશિયલ મીડિયા થકી કર્યો છે
ઈશિતા દત્તાએ 28 નવેમ્બર, 2017ના રોજ અભિનેતા વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની કપલિંગ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યું છે
વર્ષ 2017માં બન્નેએ લગ્ન કર્યા હતા અને હવે 2023માં કપલના ઘરે નવા મહેમાનનું આગમન થઈ રહ્યું છે
ફિલ્મ દ્રશ્યમ થકી ઈશિતા દત્તાને આગવી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસના અભિનયની ખૂબ જ પ્રસંશા થઈ હતી.
ફેન ફૉલોઈંગની વાત કરીએ તો, એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ લોકો ફૉલો કરી રહ્યાં છે