શું ડાયાબિટીસમાં શેરડીનો રસ પીવો સુરક્ષિત છે? - ગરમી જોર પકડે તે પહેલા જાણી લો


By Sanket Parekh07, Apr 2023 04:21 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

શેરડીનો રસ સ્વાદમાં મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. તે નેચરલ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબજ ફાયદેકારક છે.

શેરડીના રસથી નુક્સાન

અનેક બીમારીઓમાં શેરડીનો રસ ફાયદેમંદ હોય છે, પરંતુ એક સવાલ સ્વાભાવિક થાય કે, ડાયાબિટીસ થવા પર શેરડીનો રસ પીવાથી નુક્સાન થઈ શકે છે?

15 ટકા સુગર

શેરડીના રસમાં પૂરી રીતે સુગર નથી હોતી. જેમાં 70થી 75 ટકા પાણી હોય છે, 10-15 ટકા ફાયબર અને 13-15 ટકા સુગર હોય છે.

સ્વાસ્થ્યને ફાયદો

શેરડીનો રસ પ્રોસેસ્ડ નથી હોતો એટલે તે ફેનોલિક અને એન્ટીઑક્સિડેન્ટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.

પોટેશિયમથી ભરપુર

શેરડીના રસમાં ભરપુર પોટેશિયમ હોય છે અને તેમાં હાઈડ્રેટિંગ ગુણ પણ હોય છે. જે શરીરમાં બ્લડ સુગરનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે

ડાયાબિટીસમાં શેરડીના રસથી દૂર રહેવું સારું માનવામાં આવે છે, પરંતુ વધારે ડાયાબિટીસના હોય તો થોડો શેરડીનો રસ પી શકાય છે.

પાચનમાં મદદગાર

શેરડીનો રસ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે. શેરડીનો રસ પાચન તંત્રની સમસ્યાથી પરેશાન લોકો માટે ખૂબ જ લાભદાયી છે.

નસ પર નસ ચઢવાના કારણો અને તેના લક્ષણો વિશે જાણી લો