શરીરમાં પાણીની કમી થવા પર બ્લડ વેસલ્સ શ્રિન્ક થવા લાગે છે, જે નસ પર નસ ચઢવાનું સામાન્ય કારણ છે.
જો આપના બ્લડમાં પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા જરૂરી મિનરલ્સની કમી હશે, તો પણ તમારે નસ પર નસ ચઢવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
શરીરમાં મેગ્નેશિયમ જેવા ખૂબ જ જરૂરી પોષક તત્ત્વોની ઉણપ હોવાના કારણે પણ તમારે આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે ખૂબ જ પીડાદાયક છે.
દારૂમાં અનેક પ્રકારના હાનિકારક કમ્પાઉન્ડ હોય છે, જે બ્લડ સર્ક્યૂલેશનમાં અવરોધરૂપ બને છે. દારુના વધા પડતા સેવનથી બ્લડ ફ્લો પર વિપરિત અસર થાય છે. જે નસ પર નસ ચઢવાનું કારણ બને છે.
અનેક વખત બેસવાની રીત કે પૉશ્ચર યોગ્ય ના હોવાના કારણે પણ નસ પર નસ ચઢવા લાગે છે. જે નસોને નબળી હોવાનો સંકેત પણ આપે છે.