મોટાપો એક ગંભીર સમસ્યા, અનેક બીમારીનો બની શકો છો શિકાર; આજથી જ વજન કંટ્રોલ કરો


By Sanket Parekh06, Apr 2023 04:24 PMgujaratijagran.com

ડાયાબિટીઝ

શું તમે જાણો છો, વજન વધવાના કારણે તમે ડાયાબિટીઝનો ભોગ બની શકો છો. આથી ડાયાબિટીઝથી બચવા માટે વજન પર કંટ્રોલ કરો.

ફેટી લિવર

ફેટી લિવરની સમસ્યાથી બચવા માંગતા હોય, તો આજથી જ વજનને કંટ્રોલમાં રાખવાનું શરૂ કરી દો. વજન વધારે હોવાના કારણે તમારા લીવરમાં ફેટ જમા થઈ શકે છે. આથી ઑઈલી ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

બ્લડ પ્રેશર

શું તમે જાણો છો, વજન વધવાના કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે? આથી તમારા ડાયટમાં કેલેરીનું ખાસ ધ્યાન રાખો. જેનાથી તમે વજન પર કંટ્રોલ કરી શકો છો

હાર્ટને નુક્સાન

મોટાપો વધવાની સાથે કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધવા લાગે છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને વજન વધારે હોવાના કારણે હાર્ટ સબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

મૂડ સ્વિન્ગ્સ

શરીરમાં મોટાપો વધવાથી તમારા હોર્મોન્સમાં પણ ફેરફાર થઈ શકે છે. હોર્મોનલ ફેરફારની સમસ્યાના કારણે તમારે મૂડ સ્વિન્ગ્સની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સમસ્યાઓ મોટાભાગે મહિલાઓમાં વધારે જોવા મળે છે.

જાણો શરીર માટે કેમ જરૂરી છે મેગ્નેશિયમ