મેગ્નેશિયમ શરીર માટે જરૂરી મિનરલ્સ છે. શરીરના 300 ફંક્શન માટે મેગ્નેશિયમ જરૂરી છે.
મેગ્નેશિયમની ઉણપથી ડાયાબિટિસનું જોખમ રહે છે. કારણ કે તેનાથી શરીરમાં ઈસુલિન રેજિસ્ટેન્સ પણ વધી જાય છે.
મેગ્નેશિયમની ઉણપના કારણે હ્રદયના ધબકારા અનિયમિત થઈ શકે છે.
મેગ્નેશિયમની ઉણપને હાઈપોમેગ્નેસીમિયા કહેવાય છે. તેનાથી ધબકારા ઓછા થઈ જાય છે અને હાર્ટએટેકનું જોખમ રહે છે.
શરીરમાં મેગ્નેશિયમની ઉણપથી થાક લાગે છે અને શ્વાસ લેવામાં તકલિફ પડે છે.
ડ્રાઈ ફ્રુટ્સ, ડાર્ક ચોકલેટ, કેળા, આખું અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં હોય છે.