સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. ખાતા પહેલા એક વાટકી સલાડ ખાવાથી પાચન સાથે સંકળાયેલી અનેક સમસ્યા દૂર કરી શકાય છે.
સલાડમાં અનેક કાચી અને પાકી શાકભાજી, ફળો અને ફણગાવેલ અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. જે તેને પોષક તત્વોથી ભરપુર બનાવે છે.
ખાધા પછી થતી એસિડિટી, ગેસ, કબજિયાત જેવી અનેક સમસ્યા સલાડ ખાવાથી દૂર થાય છે.
ખાસ વાત એ છે કે, સલાડ ખાવાથી વજન પણ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આવો આજે એક આવા જ ટેસ્ટી એન્ડ હેલ્ધી સલાડ વિશે વાત કરીએ છીએ.
એક મોટા બાઉલમાં છોલે, ટામેટા, કાકડી, લાલ શિમલા મરચુ, ડુંગળી અને ફૂદીનાના પત્તા મિક્સ કરો.
ડ્રેસિંગ બનાવવા માટે ઑલિવ ઑઈલ, રેડ વાઈન, વિનેગાર, પીસેલું લસણ, સૂકો અજમો, મીઠુ અને સંચરને એક વાડકીમાં મિક્સ કરો.
ડ્રેસિંગને ચણાના મિશ્રણની ઉપર નાંખો અને ચમચીથી મિક્સ કરી લો. સર્વ કરતા પહેલા સલાડને લગભગ 15-20 મિનિટ સુધી એમ જ રહેવા દો.