ફિટ રહેવા માત્ર 'જૉગિંગ' જ નહીં, 'રિવર્સ વૉકિંગ' પણ કરો, ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh14, Oct 2023 04:23 PMgujaratijagran.com

ઘૂંટણના દર્દમાં ફાયદેમંદ

ઊંધા ચાલવાથી ઘુંટણ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવામાં મદદ મળી શકે છે. જેનાથી ઘૂંટણમાં દર્દ, તણાવ અને સોજાની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

પીઠનો દુખાવો દૂર થશે

રિવર્સ વૉકિંગથી પીઠનો દુખાવો દૂર થાય છે. જ્યારે તમે ઊંધા ચાલો છો, ત્યારે તમારી પીઠની માંસપેશીઓની એક્સરસાઈઝ થાય છે.

મેન્ટલ હેલ્થ માટે ફાયદેમંદ

ઊંધા ચાલતા સમયે મગજને વધારે કામ અને ફોક્સ કરવું પડે છે. જેનાથી મગજની સારી એક્સરસાઈઝ થઈ જાય છે. દરરોજ ઊંધા ચાલવાથી ડિપ્રેશન અને એંજાઈટી જેવા માનસિક રોગમાંથી પણ છૂટકારો મળી શકે છે.

પગની તાકાત વધશે

રિવર્સ વૉકિંગથી પગની પાછળની માંસપેશીઓની એક્સરસાઈઝ પણ થાય છે. જેનાથી તમારા પગ વધારે મજબૂત બને છે. નોર્મલ વૉકિંગથી પગ પર વધારે જોર નથી પડતુ.

બૉડી અને બ્રેઈન વચ્ચે બેલેન્સ

ઊંધા પગે ચાલવાથી તમારી બૉડી અને બ્રેઈન વચ્ચે બેલેન્સ બહેતર બને છે. સીધા ચાલવાની જગ્યાએ ઊંધા ચાલવાથી તમારા મગજનું સંપૂર્ણ ધ્યાન શરીરની મૂવમેન્ટ પર રહે છે. જેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે.

વજન ઘટશે

ઊંધા ચાલવું એવા લોકો માટે સારું રહે છે, જે પોતાનું વજન ઘટાડવા માંગતા હોય. ઝડપથી રિવર્સ વૉકિંગ કરવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે, જેનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

દહીને તમારી ડાયટમાં સામેલ કરી જુઓ, આ બીમારીઓ જડમૂળથી દૂર થશે