એનિમિયાથી રક્ષણ મેળવવા આ પાવર પેક્ડ રાગી ડ્રીન્ક બનાવો


By Smith Taral10, Mar 2024 04:39 PMgujaratijagran.com

આ સ્ટોરીમા આપણે જોઈશું એનિમિયાથી બચવા પાવર પેક્ડ રાગી ડ્રીન્ક વિશે. રાગી આયર્નથી ભરપૂર હોય છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે અને શરીરનો થાક ઓછો કરી તાકાત આપે છે ચાલો જાણીએ વધુમાં

આયર્ન-રિચ

રાગીને ખોરાકમાં ઉમેરવાથી આયર્નની ઉણપ સામે લડવામાં મદદ મળી શકે છે અને તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે એનિમિયા અટકાવી શકાય છે.

સામગ્રી

આ પાવર પેક્ડ રાગી ડ્રીન્ક બનાવવા માટે રાગીનો લોટ, પાણી અથવા દૂધ, ગોળ અથવા મધ, એલચી અથવા વેનીલાની અને મીઠું જરૂર પડશે

સરળ રેસીપી

રાગીના લોટને પાણી અથવા દૂધ સાથે મિક્સ કરો તેને માટે હલાવી લો જેથી કોઈ લમ્પ ના રહી જાય. ત્યારપછી તેને ઉકાળો, પછી તેમાં ગોળ અથવા મધ નાખી મીઠાશ ઉમેરો

ફ્લેવર્સ

આ રાગી ડ્રીન્કને એક ચપટી ઈલાયચી અથવા વેનીલા એડ કરી ફ્લેવર ઉમેરો, તે આ ડ્રીન્કને વધું સારુ અને ટેસ્ટી બનાવશે

સર્વિંગ અને સ્ટોરેજ ટીપ્સ

રાગી ડ્રીન્ક ગરમ અથવા ઠંડુ સર્વ કરો. તમે તેને બે દિવસ સુધી રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકો છો

ઈલાયચીવાળી ચા પીવાના આ 7 સ્વાસ્થ્ય લાભો જાણી લો