ઈલાયચીમાં પાચન સંબધિત એન્ઝાઈમ રહેલા હોય છે જે તમને પાચનમાં મદદરુપ બને છે. આ તમને બ્લોટીંગ,ગેસ, અપચો જેવી સમસ્યામાં રાહત આપે છે.
ઈલાયચીમાં મજબૂત સુગંધિત ગુણો રહેલા હોય છે જેના સેવનથી શ્વાસમાં તાજગી આવે છે અને તમારા મોંઢાની દૂર્ગંધ દૂર થાય છે.
ઈલાયચી એન્ટી ઈન્ફાલામેટરી ગુણો ધરાવે છે, જે શરીરમાં બળતરા અને સોજાને ઘટાડે છે.
ઈલાયીચી તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, આ ગુણો ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે.
ઈલાયીચીમા એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે મોઢામાં હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવીને અને પેઢાના રોગને રોકવામાં મદદ કરે છે.
ઈલાયીચીમાં બ્લડ પ્રેશરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે, હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
ઈલાયીચી મેટાબોલીઝમને સારુ કરે છે અને અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.