લગભગ બધા જ લોકો સવારે નાસ્તામાં પોહા ખાવાનું પસંદ કરતા હોય છે. તેમા પ્રોટીન, ફાઈબર ,આયરન સહિત ઘણા વિટામીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
વજન ઘટાડવા માટે લોકો ડાયટમાં ઘણા બદલાવ કરતા હોય છે. પોહાને લઈને ઘણાના મગજમાં સવાલ હોય છે કે શું તેને ખાવાથી ખરેખર વજન ઓછુ થાય છે કે નહીં ?
પોહામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્ર માટે લાભદાયી છે. નિયમિત પોહા ખાવાથી પાચનક્રિયામાં સુધાર આવે છે.
વજન વધવા પાછળનું સૌથી મોટું કારણ ઓવરઈંટીગ છે. પોહા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. જેથી તમે બિનજરુરી વસ્તુઓ ખાવાથી પણ બચી જશો.
પેટના ભાગ પર વઘેલી ચરબી ઓછી કરવા માટે પોહા ખાવા લાભદાયી છે કારણ કે પોહા પાચનક્રિયામાં સુધારે છે અને તેનાથી વધારાની ચરબી જમા થશે નહીં.
લગભગ બધા જ લોકો સવારે નાસ્તામાં પોહા ખાવાનું પસંદ કરતા હોય છે. જોકે ભૂખ લાગવા પર તમે સાંજે પણ પોહા ખાઈ શકો છો.
તમારે એ વાતનું ધ્યાન રાખવુ પડશે કે પોહા ખાવાથી વજન ઘટાડવામાં મદદ તો મળે જ છે પરંતુ તેનુ વઘારે માત્રામાં સેવન કરવાથી બચવુ જોઈએ.