ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે અલગ અલગ સૂપનું સેવન કરતા હોય છે.
સામાન્ય રીતે દરરોજ સૂપ પીવામાં આવે છે પરંતુ ઠંડીનો પ્રભાવ ઓછો કરવા માટે લોકો વધારે માત્રામાં સૂપનુ સેવન કરતા હોય છે.
ટમાટરથી લઈને અનેક શાકભાજીનાં સૂપ લોકો ઘરે જ બનાઈને જ પીતા હોય છે. ચલો જાણીએ ઠંડીમાં ગરમીનો અનુભવ લેવા ક્યાં સૂપનું સેવન કરવું જોઈએ.
ઠંડીથી બચવા માટે તમે બ્રોકોલી અને બીન સૂપનું સેવન કરવું જોઈએ. તે ખાંસી અને તાવમાં રાહત આપે છે.
ઘણી પોષ્ટિક શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજીટેબલ સૂપ તૈયાર કરવામાં આવે છે. તેમા શિમલા મરચા, ડુંગળી તથા અનેક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.
કોળાનો સૂપ પીવાથી ઠંડીમાં મોટાભાગની સમસ્યા દૂર રહે છે. કોળાના સૂપને અસરકારક બનાવવા માટે તેમાં ડુંગળી,લસણ અને આદુનું તેલ નાખો.