જો ગરોળી તમારા પર પડે તો એ શુભ કે અશુભ, જ્યોતિષશાસ્ત્રમાં શું ઉલ્લેખ કર્યો છે


By Jivan Kapuriya04, Aug 2023 09:55 AMgujaratijagran.com

દિવાલ પર ચડતી ગરોળી

જો કોઈ ગરોળી દિવાલ પર ઉપર ચડતી જોવા મળે, તો તે શુભ સંકેત છે અને ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે.

દિવાલ પર નીચે ઉતરતી ગરોળી

ગરોળી દિવાલ પર નીચે ઉતરતી જોવા મળે, તો તે અશુભ માનવામાં આવે છે.એવું કહેવાય છે કે તે જીવનમાં આવનારી સમસ્યાઓનો સંકેત આપે છે.

પૂજા ઘરની અંદર ગરોળી

જો તમને ભગવાનની પૂજા કરતા મંદિરમાં ગરોળી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે.

માથા પર ગરોળી પડવી

જો ગરોળી માથા પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. મૃત્યુ નજીક અથવા ગંભીર બીમારીની નીશાની છે.

પુરુષોની જમણી છાતી પર પડવું

શકુન શાસ્ત્ર અનુસાર જો ગરોળી માણસની છાતીની જમણી બાજુ પડે તો તે શુભ સંકેત છે.ઘરમાં સુખ આવે.

ડાબી છાતી પર પડવું

માણસની છાતીની ડાબી બાજુએ ગરોળી પડવાનો અર્થ છે કે તમારા ઘરમાં વિવાદ થવાનો છે.

ઘર પર ઘોડાની નાળ રાખવાથી મળે છે જાદુઈ ફાયદા, ભાગ્ય ચમકશે અને થઈ જશો માલામાલ