જો તમે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે ઘરની બહાર ઘોડાની નાળ લગાવવી જોઈએ. જેથી તમારા જીવનમાં ધન સબંધી સમસ્યા દૂર થવા લાગશે.
જો તમે શનિ દોષથી પીડાતા હોવ, તો તમારે પલંગ પર ઘોડાની નાળ લટકાવવી જોઈએ. જેથી તમારો શનિ દોષ ઓછો થઈ શકે છે.
તમે ઘોડાની નાળને કાળા કપડામાં બાંધીને તિજોરામાં રાખી લો. આમ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
જો મહેનત કરવા છતાં યોગ્ય ફળ ના મળે, તો ઘોડાની નાળની વીંટી શનિવારના દિવસે મધ્યમા એટલે કે વચ્ચેની આંગળીમાં પહેરવી જોઈએ. જેથી જીવનમાં ઉન્નતિ મળવા લાગશે.
પરિવારમાં સકારાત્મક માહોલ બન્યો રહે, તે માટે કાળા ઘોડાની નાળને મુખ્ય દ્વાર પર U આકારમાં ફીટ કરાવી શકો છે.
જો તમે માનસિક તણાવ અથવા ડિપ્રેશનથી પરેશાન હોવ, તો ઘોડાની નાળની વીંટી પહેરો. જેથી તમારા જીવનમાં શાંતિ આવશે.
વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો, જેમના ઘરનું મુખ્ય દ્વાર ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમમાં હોય, તેમણે પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કાળા ઘોડાની નાળ લગાવવી જોઈએ.