હેલ્ધી લાઈફ માટે લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. જે કાયમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. તુરીયા તેમાંથી જ એક છે.
વિટામિન એથી ભરપુર તુરીયા આંખની રોશની માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.
શું તમે જાણો છો, તુરીયા આટલા ગુણોથી ભરપુર હોવા છતાં કેટલાક લોકો માટે નુક્સાનકારક નીવડી શકે છે. એવામાં ચાલો આપણે જાણીએ, કેવા લોકોએ ભૂલથી પણ તુરીયાનું સેવન ના કરવું જોઈએ.
તુરીયાથી અનેક લોકોને એલર્જીની ફરિયાદ હોય છે. એવામાં તેનું સેવન કરવાથી સ્કિન સબંધી સમસ્યા થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓ માટે તુરીયાનું વધારે પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ.
તુરીયાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ઉલટી અને ઝાડાની સમસ્યા થઈ શકે છે.