હંમેશા લોકો જીરાનું પાણી પીતા જ હોય છે. જેનાથી શરીરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે. તો ચાલો જાણીએ, જીરાનું પાણી પીવાથી શું નુકસાન થઈ શકે
શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે તમારે ડાયટમાં પોષક તત્વોથી ભરપુર વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
જીરામાં પુરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે. જો કે વધારે પ્રમાણમાં જીરાનું પાણી પીવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે.
જીરાની તાસીર ગરમ હોય છે. આથી તેનું પાણી પીવાથી પેટમાં એસિડિટીની સમસ્યા થવા લાગે છે. આ સાથે જ છાતીમાં બળતરા પણ થઈ શકે છે.
વધારે પ્રમાણમાં જીરાનું પાણી પીવાથી લિવર અને કિડની પર દબાણ વધવા લાગે છે. લિવર સબંધિત સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓએ જીરાનું પાણી પીતા પહેલા તબીબની સલાહ લેવી જોઈએ.
ઘણા લોકોને જીરુ ખાવાથી એલરજીની સમસ્યા થવા લાગે છે. આવા લોકોએ વધારે પડતું જીરાનું પાણી પીવાનું ટાળવું જોઈએ. જીરાનું પાણી પીવાથી શરીરમાં ખંજવાળ અને સોજા થવા જેવી સમસ્યા થઈ શકે છે.
જીરાના પાણીમાં નારકોટિક ગુણ હોય છે, જે હેલ્થ માટે હાનિકારક થઈ શકે છે. આથી જો દરરોજ વધારે પ્રમાણમાં જીરાનું પાણી પીવામાં આવે, તો માથામાં તીવ્ર દુખાવાની સમસ્યા વકરી શકે છે.
જીરાનું પાણી શરીરમાં મેટાબૉલિઝ્મને વધારવામાં મદદ કરે છે. જો સિમિત પ્રમાણમાં જીરાનું પાણી પીવાય, તો શરીરમાં જમા ફેટ ઓછો થવા લાગે છે. જેના પરિણામે વજન કંટ્રોલમાં રહેવા લાગે છે.